ગીતશાસ્ત્ર 129

? AI
1
ઇઝરાયલ કહો કે, “તેઓએ મારી યુવાવસ્થાથી મને બહુ દુઃખ આપ્યું છે.”
2
“મારી યુવાવસ્થાથી તેઓએ મને બહુ જ દુઃખ આપ્યું છે, તેમ છતાં તેઓ મને હરાવી શક્યા નહિ.
3
મારી પીઠ પર હળ ખેડનારાઓએ હળ ચલાવ્યું છે; તેઓએ લાંબા અને ઊંડા કાપા પાડ્યા છે.
4
યહોવાહ ન્યાયી છે; દુષ્ટોએ બાંધેલાં બંધનો તેમણે તોડ્યાં છે + 129:4 યહોવાહ દુષ્ટોના બંધનોથી બચાવે છે.”
5
સિયોનને ધિક્કારનારા બધા અપમાનિત થાઓ અને પાછા ફરો.
6
તેઓ ધાબા પરના ઘાસના જેવા થાઓ કે તે ઊગે તે પહેલાં કરમાઈ જાય,
7
જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
8
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાહનો આશીર્વાદ તમારા પર હો; યહોવાહના નામે અમે તમને આશીર્વાદ આપીએ છીએ.”