Direction:
| Gloss Type:
| Reference:
| IPA: PDFs 1 જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા + 126:1 યહોવાહ સિયોનને પુનઃસ્થાપિત કર્યું, ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
2 ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું અને અમારી જીભ ગાયન કરવા લાગી. ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું, “યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
3 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ!
4 નેગેબના ઝરણાંની જેમ, હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો + 126:4 સફળ કરો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે, તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે.