ગીતશાસ્ત્ર 120

? AI
1
મારા સંકટમાં મેં યહોવાહને પોકાર કર્યો અને તેમણે મને ઉત્તર આપ્યો.
2
હે યહોવાહ, જેઓ પોતાના હોઠોથી જૂઠું બોલે છે અને તેમની જીભથી છેતરે છે, તેઓથી તમે મારા આત્માને બચાવો.
3
હે કપટી જીભ, તને તો તે શું કરશે? અને તારા તે શા હાલ કરશે?
4
તને યોદ્ધાઓ + 120:4 મજબૂત માણસ તીક્ષ્ણ બાણોથી વીંધશે, અને ધગધગતા કોલસાથી તને દઝાડાશે.
5
મને અફસોસ છે કે હું મેશેખમાં + 120:5 કાળો સમુદ્ર અને કેસ્પિયન સમુદ્ર વચ્ચેનું ક્ષેત્ર રહું છું; અગાઉ હું કેદારના તંબુઓ મધ્યે રહેતો હતો.
6
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઈ ગયો છું.
7
હું શાંતિ ચાહું છું, પણ જ્યારે હું બોલું છું, ત્યારે તેઓ લડાઈ કરવા માગે છે.