તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો; તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.
4
યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ: તમે મલ્ખીસદેકના + 110:4 જુઓ હિબ્રૂ 5:6, 6:20, 7:17, 21 ધોરણે, સદાને માટે યાજક છો.”
5
પ્રભુ તમારે જમણે હાથે છે. તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
6
તે દેશોનો ન્યાય કરશે; તે ખીણોને મૃતદેહોથી ભરશે; તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.
7
તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.