Direction:
| Gloss Type:
| Reference:
| IPA: PDFs 1 પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
2 “સત્તા અને ભય તેમની પાસે છે; તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
4 ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે? અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
5 જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે; અને તારાઓ પણ નિર્મળ નથી.
6 તો પછી મનુષ્ય જે કીડા જેવો છે, અને મનુષ્યપુત્ર + 25:6 માનવ જાત જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”